top of page

ઈશ્વરીય છત્રી

Updated: Jan 1, 2022





વિદેશી ધરા પર એક દિવસ સુરજમલ નાણાનો વ્યય અટકાવવા અર્થે લગભગ ૨૦ કી.મી. નો પ્રવાસ જાતે ચાલી નાખવાના નિશ્ચય સાથે વહેલી સવારે ચાલી નીકળે છે. પણ અડધો મારગ કપાતાં, કપાતાં તો પરસેવે રેબઝેબ થઇ જવાય છે. આમ તો સવારનો સૂરજ, પણ કેમ જાણે આજ તો સવારે જ ગરમીએ માઝા મૂકી દીધી હતી.

સુરજમલે ભગવાનને યાદ કર્યા ને થોડીજ ક્ષણો માં જાણે ભગવાન સાક્ષાત હાજર થયા હોય તેમ વરસાદ વરસવા લાગ્યો. આમ તો સારું જ લાગ્યું પરંતુ સાથે રાખેલ સામાનની ચિંતા થઇ ને આભ સામું જોઈ ઈશ્વરના ધન્યવાદ સાથે મદદ માંગી.

આશા તો નહોતી કે વિદેશી ધરા પર મારગે જતાં કોઈ અજાણ્યાની એમ જ કોઈ આવીને મદદ કરી જાય, પણ જ્યાં પોકાર સાચા હૃદયનો હોયને તો પ્રભુ અવશ્ય મદદ કરવા અવતો જ હોય છે જેના દાખલા ઇતિહાસમાં ઘણા છે જેમકે નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારવા સ્વયં શ્રી કૃષ્ણ આવ્યા હતા ને મીરાંબાઈના ઝેરના કટોરાને અમૃતમાં પરિવર્તિત કરનાર પણ પ્રભુ શ્રી કૃષ્ણ જ હતા ને? તે ક્યાં કોઈ થી છૂપું છે.

ને મારો વાલો કાનુડો આ કળુયુગમાં પણ આવે જ છે જેનો સાક્ષાત્કાર સુરજમલ ને તે ઘડીએ થયો જયારે કોઈ બાઈ છત્રી લઈને તેને સાથ આપવા આવી. થોડીક ક્ષણો સાથે ચાલ્યા પછી તે બાઈનું ગંતવ્ય સ્થાન આવવાથી તે બાઈ છૂટી પડી. તેને લાગ્યું કે હવે બીજા કોઈને સાથ શોધવો પડશે પણ આ શું, તે બાઈ તો તે છત્રી તેને આપીને ભારોભાર તે રાખી લેવા વિનંતી કરીને ચાલી નીકળી. સુરજમલ ના પાડતો અચંબિત અને દિગ્મૂઢ રહી ગયો ને તે બાઈ જોત જોતામાં અદ્રશ્ય થઇ ગઈ.

કેવી પ્રભુની લીલા. પ્રભુનો આભાર માનતો તે થોડી ક્ષણો ત્યાં જ ઉભો રહી ગયો.

 
 
 

1 Comment


Dharmesh Prajapati
Dharmesh Prajapati
Jan 01, 2022

Interesting story to start my blog. If you wish more stories like this, please comment. Your suggestions and comments are valuable for us.

Like

097120 31200

©2021 by Ratanba Multispeciality Hospital. Proudly created with Wix.com

bottom of page